Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ત્રણ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી પોલીસ પકડમાં

  • November 25, 2022 

આગામી યોજાનાર વિધાનસભાની ચૂંટણીનાં અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા અને અસરકારક કામગીરી કરવા માટે પોલીસ તંત્ર અત્યારે સજ્જ બન્યું છે. ત્યારે તિલકવાડા પોલીસે 3 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશનનાં છકલતા ગામેથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, તિલકવાડા પોલીસ મથકે વર્ષ-2019માં પ્રોહિબિશનના નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લાનાં છકતલા ગામે ફરે છે. જે બાતમીનાં આધારે તિલકવાડા પોલીસ સ્ટાફના માણસોએ મધ્યપ્રદેશના રાજ્યના અલીરાજપુર જિલ્લાનાં છકતલા ગામે પહોંચી બાતમી વાળી જગ્યા પર છાપો મારી આરોપી અંગુ ખીમજી જોગટયાને ઝડપી પાડીને આરોપીને તિલકવાડા પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application