Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિલકવાડાનાં ઊંચાદ ગામે પત્નીની વાતનું ખોટું લાગી આવતાં પતિએ આપઘાત કર્યો

  • June 18, 2023 

નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં ઊંચાદ ગામનાં યુવકને પત્નીએ ઠપકો આપતાં તેણે ઝેરી દવા પી લેતાં આત્મહત્યા કરી હતી. મળતી માહિતી અનુસાર, હિરલબેન અલ્પેશભાઇ લક્ષ્મણભાઇ તડવી (હાલ રહે. ઉચાદ ગામ, તા.તિલકવાડા, જિ.નર્મદા. મુળ રહે.ટંકારી ગામ, તા.નાંદોદ, જિ.નર્મદા) નાંએ પોલીસને જાણ કર્યા મુજબ તેમના પતિ અલ્પેશભાઇ લક્ષ્મણભાઇ તડવી (ઉ.વ.24., રહે.ટંકારી ગામ, તા.નાંદોદ જિ.નર્મદા) એ ગત તારીખ 15 જૂનનાં રોજ પોતાની બહેનનાં ઘરે સજવા ગામે અથાણા નાખવા માટેની કેરી લેવા માટે ગયો હતો.


જોકે કેરી લઇને રાત્રીનાં 10 વાગ્યાનાં સુમારે ઊંચાદ ગામે પરત આવ્યો હતો. જેથી પતિને મોડા આવવા બાબતે પત્ની હિરલબેને ઠપકો આપતા મનમાં લાગી આવતા તારીખ 16 જૂનનાં રોજ સવારે સુમારે ઝેરી દવા પી લીધી હતી ત્યારબાદ તેણે સારવાર માટે રાજપીપળા સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન અલ્પેશભાઇ તડવીનું મોત થતાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application