નર્મદા જિલ્લાનાં સાગબારા ખાતેની મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે સમયે ડેડીયાપાડાનાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર અને ડેડીયાપાડાનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સાગબારાનાં ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટરએ બાતમીનાં આધારે રૂપિયા 1,16,640/-નાં વિવિઘ બ્રાંડનાં વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 6,16, 640/-નાં મુદ્દામાલ સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, ડેડીયાપાડા પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર તરફથી અર્ટીગા કારમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. જેથી સાગબારા પોલીસ મથક સામે બેરિકેટિંગ કરી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાતમીનાં આધારે બાતમીવાળી કાર આવતાં તેના ચાલકને ઊભો રાખી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેમાં વિવિધ બ્રાંડની વિદેશી દારૂની 234 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,16,64/-નો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે કાર ચાલકને પણ ઝડપી કાર સહીત કુલ રૂપિયા 6,16,640/-નો મુદ્દામાલ જપ્ત કરી આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે અને ગુજરાતમાં કોને સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેમજ આ વેપલામાં કોણ સંડોવાયેલું છે વગેરેની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500