રાજપીપળા ડેડીયાપાડા ગામે બંગલા ફળીયામાં રહેતો 30 વર્ષીય નીતેશ માકત્તા વસાવા એક ગામમાં પોતાના મામા-મામીનાં ઘરે રહેતી સાત વર્ષની બાળકી પર દાનત બગાડી હતી. જેમાં વર્ષ 2020માં 11 જાન્યુઆરીએ મામા-મામી મજૂરી કામે ગયા હોય બપોરે આ બાળકી ઘરે એકલી હતી અને આંગણામાં રમતી હતી. તે સમયે પૈસાની લાલચ આપી ઘરમાંથી અપહરણ કરી તેમના ઘરની પાછળ આવેલ તુવેરના વાડામા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતની તેના મામા-મામીને ખબર પડતા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નિતેશ વસાવા વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધાયો હતો. રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટનાં જડજ એન.એસ.સીદ્દીકીની કોર્ટમાં ચાલતા જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને 20 વર્ષની કેદ તથા 5,000/-નાં દંડની સજાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application