નર્મદા જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના પો.સ્ટે.માં દાખલ થયેલા ગુનાનાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના અને માર્ગદર્શન આપતા, પોલીસ ઇન્સ્પેક્ટર LCBએ નાસતા ફરતા આરોપીઓને ખાનગી બાતમીદાર તેમજ વોચનાં આધારે ઝડપી પાડવાની સુચના આપેલી છે. જેથી એક બાતમીદારથી બાતમી મળી કે, તિલકવાડા પો.સ્ટે.નાં પ્રોહી.નાં ગુનામાં નાસતો ફરતો આરોપી છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડીમાં છે. જે બાતમીનાં આધારે LCB સ્ટાફનાં પોલીસ માણસોને ત્યાં મોકલી આરોપી રાહુલ ઉર્ફે રસુલ સુનીયાભાઇ ડુંગરાભી (રહે.સીંધીપાણી,તા.નસવાડી, જિ.છોટાઉદેપુર)નાને ઝડપી પાડી વધુ તપાસ અર્થે તિલકવાડા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application