રાજપીપળાની છોટુ પુરાણી વિદ્યાલયમાં તારીખ 14નાં રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે જેની તૈયારીઓના ભાગરૂપે કલેકટરનાં અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી. રાજપીપલામાં છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલય સંકુલ ખાતે તારીખ 14નાં રોજ યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના સુચારા આયોજન અંગે કલેકટરએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગરીબ કલ્યાણ મેળામાં સરકારના જુદા-જુદા વિભાગોની યોજનાઓના લાભાર્થીઓની ઓનલાઈન ડેટા એન્ટ્રીની કામગીરી ખૂબજ ઝડપથી સમયસર અને ચોકસાઈથી થાય તે સુનિશ્ચિત કરી લેવા પણ તેમણે ખાસ સૂચના આપી હતી.
રાજયમાં તારીખ 14 અને 15નાં રોજ ગરીબ કલ્યાણ મેળા યોજાશે. જેના સુચારા આયોજન અંતર્ગત આજે ગાંધીનગર ખાતેથી રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં રાજપીપલા કલેક્ટારાલય ખાતેથી જિલ્લા કલેક્ટર સહીતના અધિકારીઓ જોડાયાં હતાં. કલેકટરે ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભમાં અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું અને તૈયારીઓમાં લાગી જવા કહયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application