Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : ઘર આંગણામાંથી બાઈકની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • June 28, 2023 

નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામમાંથી બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, દીલીપભાઇ પુનીયાભાઇ વસાવાએ આપેલી ફરિયાદ પ્રમાણે તેમની હીરો કંપનીની સ્પેલેન્ડર પ્લસ બાઈકની મોડીના કોઈ અજાણ્યો ચોર ઇસમ રાત્રિના સમયે તેમના ઘરના આંગણામાંથી ચોરી કરી લઈ જતા ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ ડેડીયાપાડા પોલીસ મથકે ફોરેસ્ટરની બાઈક ચોરી થવા બાબતે ફરિયાદ નોંધાઇ હતી અને તે માટે આ પંથકમાં બાઈક ચોરી કરનાર ગેંગ સક્રિય થઈ હોય તેમ જણાઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application