Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : ખોટો શક કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી

  • January 16, 2023 

નર્મદા જિલ્લાનાં એક ગામમાં પત્ની પર ખોટો વ્હેમ રાખી પતિએ ચપ્પુ વડે હુમલો કર્યો કરતા મામલો પોએએસ મથકે પહોંચ્યો હતો. કુસુમ રામસિંગભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમનો પતિ અવાર-નવાર ખોટો શક અને વ્હેમ રાખી સામાન્ય વાતમાં મારઝુડ કરી તેમજ મા-બહેનનો પરથી ગંદી ગંદી ગાળો આપી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જોકે કુસુમબેન ગત તા.10/1/23નાં રોજ તેમના પીયરમાં મમ્મીનું બારમુ હોવાથી તેઓ પીયરમા રોકાયા હતા.




ત્યારબાદ તા.12/1/23નાં રોજ તેમના ઘરે પાટવલી ખાતે ગયા હતા. તે સમયે પતિ રામસીંગ ઉમરિયભાઈ વસાવા પત્નીને કહેવા લાગ્યો કે, ‘તું મને પૂછ્યા વગર કેમ તારા પીયરમાં ગઈ હતી અને ત્યાં કેમ બે દિવસ સુધી રોકાઈ હતી’ તેમ કહી ગુસ્સે થઈને બોલાચાલી કરી છૂટા હાથથી મારામારી કરી હતી અને ચપ્પુથી મારતા સામાન્ય ઈજા થતાં લોહી નિકળ્યું હતું. ત્યારબાદ પરિવારજનો દોડી આવતા બચાવ થયો હતો. બનાવ અંગે મહિલાની ફરિયાદનાં આધારે પોલીસે પતિ સામે ગુનો દાખલ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application