નર્મદાનાં નાંદોદ તાલુકામાં આવેલાં પ્રતાપનગર ગામે સગીરાની છેડતી કરી અને મારામારીની ઘટના થઈ હતી. જોકે આ ઘટનામાં નવ ઈસમો વિરૂદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. પોલીસે ફરિયાદનાં આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પ્રતાપનગ ગામે થયેલી છેડતીની ઘટનામાં ફરિયાદી તથા તેમની દીકરી પ્રતાપનગરની દુકાને વેફર લેવા માટે ગયા હતાં. તે સમયે અતુલભાઇ ભલુભાઇ વસાવા સીટી મારતા ફરિયાદીએ પુછેલ કે, ‘તું કેમ સીટી મારે છે’ ત્યારે અતુલે ફરિયાદીને જણાવેલ કે, હું સીટી મારૂ કે ગમે તે કરૂ હું આર્મીમાં છું, અમે તો મારીને જતા રહીશું તો પણ મારૂ કશુના બગડે તેમ કહી ફરિયાદી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.
જોકે અન્ય એક ઈસમ ત્યાં દોડી આવી ફરિયાદીનો હાથ પકડી રાખતા તે સમયે દીકરી છોડાવવા આવતા અન્ય એક ઈસમે તેને ધક્કો મારી પાડી દઇ તેના હાથમાંનો મોબાઇલ ફેંકી દિધેલ હતો. ત્યારબાદ અતુલે સગીરાનો ડ્રેસ ફાડી નાખી બાકીનાં ઈસમોએ ભેગા થઈ ફરિયાદીને ઢીકપાટુનો મારમારી માથાનાં ભાગે એક લાકડીનો સપાટો મારીને ઇજા પહોંચાડી હતી. આમ નવ ઈસમોએ ભેગા થઇ ફરિયાદીને ઢીકપાટુનો મારમારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે રાયોટિંગ, પોસ્કો સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી આગળની તપાસ આમલેથા PSIએ હાથ ધરી હતી.
પોલીસે મથકે નોંધાયેલ 9 આરોપીઓનાં નામ...
1.અતુલભાઇ ભલુભાઇ વસાવા,
2.શંકરભાઇ મોગલભાઇ વસાવા,
3.નિલેશ,
4.ધનવીરભાઇ અરવિંદભાઇ વસાવા,
5.અમિતભાઇ ભલુભાઇ વસાવા,
6.વિરાજભાઇ સોમાભાઇ વસાવા,
7.રોનકભાઇ સતિષભાઇ વસાવા,
8.શેશીલભાઇ સતિષભાઇ વસાવા અને
9.સંદિપભાઇ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500