Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુગાર રમનાર એક મહિલા સહીત 8 લોકો પોલીસ પકડમાં

  • June 04, 2022 

સાગબારા ખાતે આંક ઉપર જુગાર રમતા 7 જેટલા જુગારીયા ઓને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે રૂપિયા 35,250/-ના મુદ્દામાલ સાથે જિલ્લા એલસીબી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં આ જુગારીઓ સાથે એક મહિલાનો પણ સમાવેશ થવા જાય છે. જયારે વરલી મટકાનો ધંધો ચલાવનાર મુખ્ય સૂત્રધાર કૃણાલ મધુ ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયો છે.




જોકે, જુગાર રમતા ઝડપાયેલ એક મહિલા સુગરાબેન મકરાણી (રહે.જંગલ ફળિયું, સાગબારા), અમેશ વસાવા (રહે.પાનખલા), જાલમસિંગ વસાવા (રહે.કેલ), સાહિલ મકરાણી (રહે.સાગબારા), અમરસિંગ પાડવી (રહે.સાગબારા), પ્રતાપ વસાવા (રહે.નાના ડોરઆંબા) અને સંદીપ વસાવા (રહે.ઉભારીયા) નાઓને કુલ રૂપિયા 35,250/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે વરલી મટકાનો ધંધો ચલાવનાર મુખ્ય સૂત્રધાર કૃણાલ મધુ ચૌધરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application