નર્મદાનાં ગરૂડેશ્વર વિસ્તારમાં આવેલ ઢેફા ગામની ચોકડી પાસેથી એક બાઈક ચાલક પાસેથી વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નર્મદા પોલીસ અધિક્ષકની સુચના આધારે નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા તેમજ ગેરકાયદેસરની પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ જે અનુસંધાને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલી સુચનાના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા ડીવિઝન, સીપીઆઈનાં માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગરૂડેશ્વર અને પોલીસ સ્ટાફનાં માણસોએ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઢેફા ગામની ચોકડી પાસે એક બાઈક ચાલક મુન્નાભાઇ ખુશાલભાઇને પકડી પાડ્યો હતો.
જોકે ગરુડેશ્વર પોલીસને બાતમી મળતા ચેકીંગ ગોઠવી તપાસ કરતા તેની પાસેના બે થેલામાં ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાંડનો દારૂ મળી જેની કિંમત રૂપિયા 53,200/-નો મુદ્દામાલ સાથે ગરૂડેશ્વર પોલીસે પકડી પાડી તેની વિરૂદ્ધમાં પ્રોહીબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application