Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટર સંકુલના ફેસીલીટેશન સેન્ટર ખાતે SRP, GRD અને TRPનાં જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

  • November 25, 2022 

ચૂંટણી ફરજ ઉપરનાં ગૃહ વિભાગનાં પોલીસ-SRP, હોમગાર્ડ, GRD, ટ્રાફિક TRPનાં જવાનો સહિત કુલ-1902 જવાનો માટે રાજપીપળામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટર સંકુલના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયું મતદાન નર્મદા જિલ્લામાં આગામી તા.1 ડિસેમ્બરનાં રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને સંદર્ભે મતદાનનાં દિવસે નાંદોદ વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ફરજ પર રહેનારાં ગૃહ વિભાગના પોલીસ-SRP, હોમગાર્ડ અને GRD અને ટ્રાફિક TRPનાં જવાનો સહિત કુલ-1902 જવાનો, અધિકારીઓ/કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતુ.



તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નાંદોદ બેઠકના ચૂંટણી અધિકારી હેઠળ રાજપીપળામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટરના સંકુલમાં ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલા મતદાનમાં ગૃહ વિભાગની તમામ શાખાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ અને પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. પોસ્ટલ બેલેટથી બપોરે 1 વાગ્યા સુધીમાં 50 ટકાથી પણ વધુ મતદાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.




નાંદોદ વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજે ગૃહ વિભાગના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનના ફેસીલીટેશન સેન્ટરના કરાયેલા આયોજનમાં અહીં 609-હોમગાર્ડઝ, 776-GRD, 241- પોલીસ, 118-ટ્રાફિક TRP અને 158-SRP જવાનો સહિત કુલ-1902 જેટલા અધિકારીઓ/કર્મચારીઓ પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા કરાયેલી છે અને દરેક કર્મચારીને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવું તેની સાથોસાથ ડેક્લેરેશનમાં ફોર્મમાં સહી કરીને કઇ રીતે મુકવું તે બાબતો સમજાવવામાં આવી છે અને ઇન્કલુઝીવ અને એક્સેસીબલ મતદાન થાય તે માટેનો ચૂંટણી પંચનો આ ખૂબ જ સારો પ્રયાસ અને તે અંગેની વ્યવસ્થા હોવાનું ઉમેર્યું હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application