Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેરકાયદેસર ઓટલા બનાવી દેનારા વેપારીઓ પર પાલિકાની તવાઇ

  • June 15, 2022 

રાજપીપળા શહેરમાં ગીચવસ્તી અને વધતા વાહનોને લઈને ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બનતા હોય જેમાં મુખ્ય માર્ગો કે માર્કેટમાં પગપાળા જવું પણ કઠિન બન્યું હોય જેથી રાજપીપળા નગર પાલિકા દ્વારા ટાઉન પી.આઈ.ની સાથ મળીને શહેરમાં ટ્રાફિક સમસ્યા દુર કરવાનું અભિયાન હાથ ધર્યું હતું.



જયારે રાજપીપળા શહેરમાં દુકાન બહાર ગેરકાયદેસર પાકા ઓટલા બનાવનાર કેટલાક વેપારીઓના ઓટલા જેસીબીથી તોડી પડાયા હતા અને બાકીના વેપારીઓને બે દિવસમાં ઓટલા તોડવા નોટિસ અપાઈ હોવા છતાં તંત્રની નોટિસને નહિ ગણકારતા કેટલાક વેપારીઓ સામે પાલિકા પગલાં ભરવા મક્કમ બની છે અને જરથી પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે નોટિસો ઇસ્યુ કરતા રાજપીપલા બજારમાં ફફળાટ ફેલાયો છે.



આ બાબતે પાલિકા પ્રમુખ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા અમે નોટિસ આપી જેમાં બે દિવસનો સમય આપ્યો હતો. પરંતુ ગેરકાયદેસર ઓટલા દૂર કરવા કોઈ વેપારી એ પહેલ કરી ન હોવાથી પોલીસ બંદોબસ્ત સાથે ફરી તાકીદ કરી અને હજુ વધારાનાં બીજા બે દિવસનો સમય આપ્યો છે છતાં જો આ બાબતને ગંભીરતાથી નહિ લેવાઈ તો અમે નિયમ મુજબ ઓટલા દૂર કરી જેતે માલિક પાસે ખર્ચના રૂપિયા વસૂલ કરીશું.



નોટીસમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તમારા મકાન/દુકાન આગલ ફીક્સ કરેલ પાટ અને પગથીયા દીન તો નગરપાલિક તમારા ખર્ચે અને જોખમે દુર કરશે અને આ અંગે થતો ખર્ચ રેવન્યુ રાહે આપની પાસેથી વસુલ કરવામાં આવશે જેની નોંધ લેવા મુખ્ય અધિકારીએ તાકીદ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application