નર્મદા LCB ડેડિયાપાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાનમાં કંકાલા ચેક પોસ્ટ ખાતે શંકાસ્પદ જણાતા બાઈકનો ચાલક પાસે બાઈકના કાગળો માંગતા પોતાની પાસે ન હોવાનુ જણાવેલ જેથી વધુ પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં. ત્યારબાદ વાહન પોર્ટલ ઉપર ચેક કરતા આ બાઈકનો રજીસ્ટ્રેશન નંબર ભરૂચ જિલ્લાનો જણાઇ આવતા બાઈક ચાલકનું નામા પુછતાં તેણે પોતાનું નામ, મુદસિર અલી ફયાઝ અલી મકરાણી (રહે.અક્કલકુવા, મરકત મસ્જીદ ચોક, જિ.નંદુરબાર મહારાષ્ટ્ર) નો હોવાનું જણાવેલ અને આ બાઈક નેત્રંગના રહીશ ઉસ્માન સુભાઇ શેખની હોવાનું માલુમ પડ્યું હતું. પુછપરછ કરતાં તેણે આ બાઇક અકકલકુવાના જાવેદભાઇ લઝીદભાઇ મકરાણી નાઓ પાસેથી આશરે છ માસ અગાઉ ખરીદી હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application