Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાં રૂપિયા 12.54 લાખનાં ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ

  • March 12, 2023 

સાગબારા પોલીસે બાતમી આધારે રેઈડ કરી 18.63 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં બોમ્બે હોટલ પાસેથી ઈંગ્લીશ દારૂના અલગ-અલગ બ્રાન્ડના કુલ બોક્ષ નંગ 215માં જેની કિંમત રૂપિયા 12,54,000/- પ્રોહી. જથ્થો તથા ટાટા ટેમ્પો જેની કિંમત રૂપિયા 6 લાખ અને 2 નંગ મોબાઈલ તથા અંગ ઝડતીના રોકડા રૂપિયા 5,000/- મળી કુલ રૂપિયા 18.63 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે ઝડપાયો હતો.





તેમજ આરોપી ટાટા ટેમ્પામાં વેસ્ટ કાપડના ટુકડાઓ ભરેલા પ્લાસ્ટિકની બેગોની આડમાં ટેમ્પાની પાછળ આવેલા બોડીમાં ચોરખાનું બનાવી સંતાડીને હેરાફેરી કરતો હતો. ત્યારે સાગબારા આર.ટી.ઓ કચેરીથી આગળ કુંભીકોતરના નાળા પાસે પકડાઈ ગયો હતો. જોકે મુદ્દામાલ વાપીથી ભરાવી જુનાગઢ બાય પાસ રોડ ખાતે આવેલા પેટ્રોલ પંપ ખાતે મોકલવા ભરાવડાવતા નનકુ બસીયા પકડાઇ ગયો હતો, જ્યારે ધર્મેદ્ર બિહારી મળી નહીં આવતા તેને વોન્ટેડ જાહેર કરી બંને વિરૂદ્ધ ગુના દાખલ કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News