નર્મદા જિલ્લામાં જુગાર અને દારૂના ધંધા બંધ કરાવવા નર્મદા પોલીસ સક્રિય છે જેમાં આમલેથા અને દેડીયાપાડા પોલીસે બે ગામોમાં ચાલતા જુગારધામ પર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આમલેથા અને દેડીયાપાડા પોલીસે બે ગામોમાં ચાલતા જુગારધામ પર રેડ કરી 10 ઈસમો સામે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, આમલેથા પોલીસે બાતમીનાં આધારે ચેકીંગ દરમિયાન નિકોલી ગામની સીમમા રાજેશ ભાઇ બાબુભાઇ પટેલના કેળના ખેતરમાં જુગાર રમી રમાડતા ઈસમોને પકડ્યા હતા.
જેમાં ઉમેશભાઇ મહેશભાઇ પટેલ (રહે.નિકોલી ગામ, નવાપરા), યોગેશભાઇ ઘનશ્યામભાઇ પટેલ (રહે.સિસોદ્રા, ટાંકા ફળીયુ), રોહિતભાઇ જગદિશભાઇ પટેલ (રહે.નિકોલી, નવાપરા, શાંતીનગર ફળીયુ) અને યોગેશભાઇ મહેન્દ્રભાઇ પટેલ (રહે.સિસોદ્રા) નાઓ પકડાયા હતા. ત્યારબાદ પકડાયેલા આરોપીનાં અંગઝડતી દરમિયાન રોકડા રૂપિયા 58,100/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 8 હજાર મળી કુલ રૂપિયા 66,100/-નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જ્યારે રંકિતભાઇ રમેશભાઇ પટેલ (રહે.નાવરા તા.નાંદોદ જિ.નર્મદા) નાસી જતાં આમલેથા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે દેડીયાપાડા પોલીસે બાતમીનાં આધારે ઉમરાણ ગામના નિશાળ ફળીયામા રહેતા શંકરભાઇ દશરીયાભાઇ વસાવાનાં ઘરના આંગણામાં જુગાર રમતા પકડાયેલ શંકરભાઇ દશરીયાભાઇ વસાવા, ફતેસિંગભાઇ દમણીયાભાઇ વસાવા, રાજેન્દ્રભાઇ વાલજીભાઇ વસાવા, રમેશભાઇ માનસિંગભાઇ વસાવા અને સુરેશભાઇ ગંભીરભાઇ વસાવા (તમામ રહે. ઉમરાણ તા.દેડીયાપાડા, જિ.નર્મદા) નાની અંગઝડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા 1050/- તેમજ દાવ ઉપરથી મળી આવેલી રોકડ રકમ રૂપિયા 560/- મળી કુલ રૂપિયા 1610/-નાં મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઇ જતાં દેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500