દેડિયાપાડા તાલુકાનાં મોઝદા ગામે આવેલ મહાત્મા ગાંધી આશ્રમ શાળાનાં આચાર્યે અગમ્ય કારણોસર પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ, મોઝદા ગામે મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નવીનસિંહ ઉદેસિંહ સુરતીયા હાલ નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં રહે છે અને તેમનું મૂળ વતન સંખેડા પાસે આવેલું કઠોલી ગામ છે. જેમાં 58 વર્ષીય આચાર્યએ પોતાના ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર વીજળીનાં સર્વિસ વાયરને લાકડાં સાથે બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. જયારે બીજા દિવસે કર્મચારીઓને ખબર પડતાં તેમણે પોલીસને જાણ કરી હતી. મૃતક વય મર્યાદાનાં કારણે નિવૃત થઇ ગયાં હતાં પણ આગામી દિવાળી સુધી તેમને એકસટેન્શન આપવામાં આવ્યું હતું. ઘટના અંગે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application