Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : ‘તું બીમાર જેવી દેખાય છે’ તેવું કહેતા સગીરાને માઠું લાગી આવતાં ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત

  • September 16, 2022 

નર્મદાનાં ડેડીયાપાડા તાલુકાનાં સોલિયા ગામે સગીરા સાથે પ્રેમ સંબંધ રાખી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ડિલિવરી થયા બાદ "તું બીમાર જેવી દેખાય છે" કહી કાઢી મૂકતા સગીરાએ ઝેરી દવા ગટગટાવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડેડીયાપાડાનાં સોલીયા ગામના ગાયત્રી મંદિર ફળીયામાં રહેતા ઇન્દ્રમણી દલસુખ વસાવાએ ડેડીયાપાડા તાલુકાનાં જ એક ગામની સગીરા સાથે પ્રેમ સબંધ રાખી તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.




જોકે આ સગીરને ગર્ભવતી કરી અને ડીલિવરી પણ થઈ ત્યારબાદ યુવક દ્વારા અવારનવાર કહેવામાં આવતું હતું કે, ‘તુ બીમાર જેવી દેખાય છે જેથી હું તને અમારા ઘરે રાખવાનો નથી અને તારી દિકરીને અહીં મુકી જવી હોય તો મુકી જા’ તેવુ કહી અવારનવાર ગાળો આપી સગીરાને ઘરમાંથી કાઢી મુકી હતી.




જે બાબતની વાત સગીરાને દિલમાં લાગી આવતા સગીરાએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવતા રાજપીપલા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી સગીરાના પરિવારજનોએ યુવક વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ યુવક વિરૂદ્ધ પોસ્કો સહિતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application