નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં પાંચેય તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ હતી. જોકે કરજણ ડેમનાં ઉપરવાસ ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં 21 ઇંચ વરસાદને કારણે 3.5 લાખ કરતા વધુ પાણીની આવક થઈ હતી. જેથી કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કરજણ ડેમ વિભાગ દ્વારા 9 ગેટ ખોલી 3 લાખ ક્યુસેક પાણી છોડતા નીચાણવાળા વિસ્તારના ગામોના ખેતરોમાં પાણી ભરાયા હતા.
જેમાં ખાસ કરીને રાજપીપલા કરજણ નદી કિનારાના ખેતરો અંદાજિત 300 એકર અને હાજરપુરા, ભુછાડ, ધમણાચા, ધનપોર રૂંઢ સહિતનાં ગામોની 500 એકર જમીનોમાં ખેતરોમાં પાણી ભરાયા અને કેળા, શેરડી, કપાસ પપૈયા અને શાકભાજી તમામ ઉભા પાકોને નુકસાન થયું હતું એટલું જ નહીં જિલ્લાનાં અન્ય તાલુકાઓ અને ગામોમાં વરસાદના પાણીથી નુકસાન થયું તેમજ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500