નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં સાહેબપુરા ગામે રહેણાંક વિસ્તારમાં ઘર નજીક બાંધેલી બે વર્ષની પાડીનું દીપડાએ શિકાર કરતા ગામ લોકોમાં ડરનો માહોલ છવાયો છે. તિકલવાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં આવી પશુઓનું મારણ કરી રહયાં હોવાના બનાવો વધી રહયાં હોવાથી પશુપાલકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બનાવની વિગત એવી છે કે, તિલકવાડા તાલુકાનાં સાહેબપુરા ગામે મોટા ભાગે પશુપાલકો વસવાટ કરે છે. જયારે યોગેશ બારીયા નામનાં રહીશ ખેતી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. તેમણે ગતરોજ રાબેતા મુજબ પોતાના ઘર નજીક બે વર્ષની પાડી બાંધી હતી.
જેમાં ગતરોજ રાત્રિનાં સમયગાળા દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરી બે વર્ષની પાડીનું મારણ કરી ફાડી ખાધી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે. ગ્રામ્ય વિસ્તાર હોય અને ખેડૂતોને રાત્રે ખેતરમાં અવર-જવર થતી હોય છે. આવા જંગલી જાનવર ફરતા હોવાથી કોઈ અજુગતું બનાવ ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મૂકીને આ જંગલી દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application