નર્મદાનાં પોલીસ અધિક્ષકએ જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનો કર્યા હતા. જેને પગલે પોલીસ ઈન્સ્પેક્ટર LCBએ પોલીસ સ્ટાફનાં કર્મચારીઓને સુચના કરતાં માંડણ ગામમાં રહેતા સુરેશ ઈશ્વર વસાવા તથા કિરણ ઈશ્વર વસાવાએ કરજણ નદીનાં સામેના કિનારે વિદેશી દારૂ સંતાડેલની બાતમીનાં આધારે રેડ કરતા કુલ નંગ 864 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 86,400/- હતી. આમ, પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application