નર્મદા સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોનસ્ટેબલ મથુર ઉબડીયા વસાવા ગત તા.26 જૂન નારોજ દેવમોગરા મંદિર ખાતે બંદોબસ્તમાં હતાં. તે સમયે સાંજના 7 વાગ્યાનાં અરસામાં તેઓ તેમના મિત્રની કારમાં બેસી રાઉન્ડ મારવા માટે નીકળ્યાં હતાં. તે સમયે આકડા સર્કલ નજીક પાંચ થી છ જેટલી મોટરસાયકલ રોડની વચ્ચે ઉભી હતી.
જેથી મથુર વસાવાએ બાઇક ચાલકોને તેમની બાઇકો સાઇડ પર મુકવા માટે જણાવ્યું હતું. જોકે મથુરની વાતથી રોષે ભરાયેલાં બાઇક ચાલકોએ તેના પર હુમલો કરી દીધો હતો. એક બાઇક ચાલકે કોનસ્ટેબલને લોખંડનો પંચ મારી લોહી લુહાણ કરી નાંખ્યો હતો તેમજ મથુર વસાવાએ બે બાઈકનો નંબર લખી લઈ ડેડીયાપાડા પોલીસને જાણ કરી હતી.
આમ, પોલીસે કણબીપીઠા પાસેથી પાંચ આરોપીઓને ઝડપી પાડયાં છે જયારે સાત હજી વોન્ટેડ છે. આ પાંચ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ઈસમો નાશી છુટયા હતા. સાગબારા પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500