રાજપીપળા શહેરમાં રખડતા પશુઓનો વર્ષોથી ત્રાસ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને પાલતુ પશુઓને માલિકો રખડતાં મૂકી દેતા હોય છે. જેમાં રખડતાં આખલાઓ અવાર-નવાર રાહદારીઓ કે વાહન ચાલકોને અડફેટમાં લઈ ઈજાઓ કરવાની ઘટના જોવા મળી છે. હાલમાં બાઈક ચાલકને અડફેટમાં લેતાં એકનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, જશુભાઇ કાલીદાસ વસાવા (ઉ.વ.47.,રહે.ઢોચકી નિશાળ ફળીયુ, તા.નાંદોદ)એ આપેલી ફરિયાદ મુજબ તેઓ અને તેમના પિતા કાલીદાસ કહારીયાભાઇ વસાવા (ઉ.વ.65., રહે.ઢોચકી નિશાળ ફળીયુ, તા.નાંદોદ) સાથે તેમની બાઈક પર તેમના ઘરે જતા હતા.
તે સમયે રાજપીપળા સુર્યદરવાજાની સામે રોડ ઉપર આવતા અચાનક બે આખલા આવીને બાઈક સાથે અથડાતા પિતા-પુત્ર જમીન ઉપર પડી જતા આખલાઓ તેમની ઉપરથી નીકળી જતા પુત્રને પાંસળીઓના ભાગે ઇજા કરી તથા પિતાને માથાના ભાગે તથા બરડાના ભાગે ગંભીર ઇજાઓ કરતા પિતા કાલીદાસભાઇ કહારીયા ભાઇ વસાવાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના અંગે રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500