નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં હીજડામહુડી ગામમાં કપાસનાં રૂપિયા બાબતે પુત્ર અને પિતા વચ્ચે તકરાર થતા ગુસ્સામાં આવી પુત્રએ પિતાની હત્યા કરી ભાગી જતા કાકાએ ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, હીજડામાહુડી ગામે રહેતા બાબાદેવ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના 50 વર્ષીય કાકા મારૂજી વસાવા પોતાના ઘરના આંગણામાં ખુરશી ઉપર બેઠા હતા. ત્યારે તેમનો પુત્ર શિવરામ ત્યાં આવી તેમને કહેવા લાગેલ કે, ‘તુ કેમ મને કપાસના પૈસા આપતો નથી’ તેમ કહી પિતાને ખુરશી ઉપરથી નીચે પાડી દઇ ગળુ દબાવી રાખ્યું હતું.
જયારે શ્વાસ રૂંધાઇ જવાના કારણે મારૂજી વસાવા બેભાન થઇ ગયાં હતાં. પિતા બેભાન થઇ જતાં શિવરામ ત્યાંથી ભાગી છુટયો હતો અને આસપાસનાં લોકોએ આવીને તપાસ કરતાં મારૂજી વસાવાનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર થઇ ગયેલાં આરોપીને ઝડપી પાડવની કામગીરી હાથ ધરી હતી. જોકે કપાસનાં પૈસાની નજીવી બાબતે સગા પુત્રએ જ પિતાની હત્યા કરી નાંખતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application