Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાર્કિંગમાં મુશ્કેલી અને ગટેરોની સાફસફાઈ બરોબર ના થતાં ગટર પર બનાવેલ ગેરકાયદેસર ઓટલા પાલિકાએ તોડ્યા

  • June 12, 2022 

રાજપીપળાનાં બજારમાં દુકાનદારો દ્વારા આડેધડ પગથિયે અને જાળીઓ બનાવી દેવાઈ જેનાથી વાહન ચાલકોને પાર્કિંગમાં મુશ્કેલી ઉભી થાય છે તેમજ ગટેરોની સાફ સફાઈ પણ બરોબર થતી ના હોય જેની લોકોમાં બૂમો ઉઠી રહી હતી. ગટરની યોગ્ય સાફસફાઈ કેમ થતી નથી એ મામલે રાજપીપલા પાલિકા પ્રમુખ દ્વારા પાલિકાની વિવિધ ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. જોકે આ સર્વેમાં આ તારણ નીકળ્યું કે, ગટરો પર દુકાનદારોએ બનાવેલા ગેરકાયદેસર ઓટલાને લીધે સફાઈ કામદાર યોગ્ય સફાઈ કરી શકતો નથી. ત્યારબાદ રાજપીપલા પાલિકા પ્રમુખ દ્વારા શહેરની તમામ આવા ગેરકાયદેસર ઓટલાઓ તોડી પાડવા ટીમને સૂચના આપવામાં આવી હતી.



જોકે આ દબાણો તૂટતાં વાહનો પણ ગટરોને અડીને પાર્ક કરે તો મુખ્ય રોડ ખુલ્લો બને તે માટે પાલિકાએ એક્શનમાં આવી કામગીરી હાથ ધરી. રાજપીપલા પાલિકા ટીમ દ્વારા પ્રમુખની સૂચનાનો અમલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે, પાલિકા ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ગટરો પર બનાવેલા ગેરકાયદેસર ઓટલાઓ તોડવાની કામગીરીનો આરંભ કરી દેવામા આવ્યો છે. જયારે ​​પાલિકા પ્રમુખએ જણાવ્યું હતું કે, રાજપીપલા નગરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને અને ગટરની યોગ્ય સાફસફાઈ ન થાય તો રોગચાળો ફેલાય, ગટરોની યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં અગવડ પડતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.



જેથી આગામી 3 દિવસોમાં દુકાનદારો ગેરકાયદેસર ઓટલા જાતે નહી તોડે અને ઝૂલતા પાટિયા નહિ મૂકે તો કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વિના પાલિકા દ્વારા એને તોડી પાડવામાં આવશે. જો પાલિકા તોડશે તો એ દુકાનદાર પાસેથી ઓટલા તોડવાના નાણાં પણ વસૂલવામાં આવશે. જેથી ગેરકાયદેસર બનાવેલા ઓટલા તોડવા દુકાનદારને અપીલ કરું છું. જે સફાઈને ટ્રાફિકની સમસ્યાઓ હલ કરવા જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application