Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંજા સાથે મહિલા અને ઇસમની અટકાયત, નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

  • November 17, 2022 

વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષીને નર્મદા જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદો ઉપર વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા ધનસેરા ચેક પોસ્ટ પાસે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં માદક પદાર્થ ગાંજો લાવતા એક મહિલા સહિત એક ઈસમને સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ સ્ટાફે ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 99,820/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, સાગબારાનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ જવાનો ચેકીંગમાં હતા.



તે દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય તરફના જલગાંવ તરફથી આવતી અને અંકલેશ્વર તરફ જતી બસને ઉભી રાખી તેની તપાસ કરતા બસમાં મુસાફરી કરતા આરોપી રઈસભાઇ રશિદભાઈ શૈખ (રહે.વટવા, અમદાવાદ) પાસેથી 5.935 કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો, જ્યારે તેની સાથે મુસાફરી કરતી અન્ય એક મહિલા રીઝવાનાબાનું અનવર મન્સુરી પાસેથી સુકો ગાંજો 4.047 કિલો ગ્રામ મળી આવ્યું હતું.




જોકે આ તમામ ગાંજાની મહારાષ્ટ્રની કિંમત રૂપિયા 99,820/- તેમજ મોબાઈલ ફોન સહિત રોકડ રકમ મળી પોલીસે રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ આરોપીઓની પૂછપરછ કરતાં આ ગાંજો મહારાષ્ટ્રના ભૂષાવલનો આસિફ કે જેણે ગાંજાનો જથ્થો આ બંન્ને આરોપીઓ સાથે અમદાવાદની એક મહિલા બુટલેગર મુકીમ અપ્પાએ મંગાવ્યો હોઈ આ બંને કેરિયર તરિકેનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી આ બંને આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં હતાં અને નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application