નર્મદા જિલ્લાનાં સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ પર 71 કિલો અફીણના ડોડા સાથે પકડાયેલા બાબુલાલ પ્રેમારામજી વિશનોઇ તથા રમેશભાઇ હમારામ વિશનોઇને 10 10 વર્ષની સજા અને બંનેને 1 લાખ રૂપિયાનો કોર્ટે દંડ ફટકાર્યો છે. બનાવની વિગત એવી છે કે, સાગબરા પોલીસે બાતમીનાં આધારે ધનશેરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેંકીંગ દરમીયાન ટાટા ઇન્ડીગો ગાડી નંબર એમએચ/30/એલ/9544 નાને રોકી તપાસ કરી હતી. જે દરમિયાન એમાંથી 71.725 કિલો અફીણના પોષ ડોડા જેની કિંમત રૂપિયા 2,15,175/- હતી.
જોકે, પોલીસે બાબુલાલ પ્રેમારામજી વિશનોઇ તથા રમેશભાઇ હમારામ વિશનોઇની (મુળ રહે.બગોડા,જિ.જાલોરનો) ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટનાં જજ એન.એસ.સીદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ નાએ ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત અને મોખીક દલીલો રજૂ કરી હતી. કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી.એસ એકટની કલમ 8(સી), 20એ,બી, 29 મુજબ આરોપીઓ બાબુલાલ પ્રેમારામજી વિશનોઇ તથા રમેશભાઇ હમારામ વિશનોઇમુળને 10 વર્ષની સખદ કેદ અને 1 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500