Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ

  • November 09, 2022 

નર્મદા જિલ્લાનાં વડુંમથક રાજપીપળાનાં સરકારી ઓવારાથી આગળ જતાં એરોડ્રામ માર્ગ ઉપર ઘણા ખેતરો આવેલા છે જેમાં એક ખેતરમાં કોઈ પુરુષનો મૃતદેહ મળતા ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, રમેશ ડાહ્યાભાઈ કાછિયાના એરોડ્રામ રોડ પર આવેલા ખેતરમાં અચાનક દુર્ગંધ આવતા તેમણે રાજપીપળા પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્ય હાથ ધર્યું હતું અને ખેતરની અંદર એક 30થી 35 વર્ષીય પુરુષનો મૃતદેહ દુર્ગંધ મારતી હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. જોકે આ મૃતદેહ કોનો છે અને ખેતરમાં કેવી રીતે આવ્યો એ બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application