નાંદોદ તાલુકાનાં ધારીખેડા ગામે રહેતા કિરણ પરસોત્તમ વસાવાના નાંદોદનાં એક ગામની યુવતી સાથે સામાજિક વિધિવત લગ્ન થયા હતા. જયારે લગ્ન થતા પરિણીતાની નાની બહેન બહેનની સાસરીમાં અવરજવર થતી હતી એટલે બનેવીની પોતાની સાળી પર દાનત બગડી અને પોતાના વશમાં કરવા તેની બેનને રાખશે નહિ કાઢી મુકાશે તેવી ધમકી આપી સાળીને વસમાં કરી. બનેવી જાણતો હતો કે, તેની સાળી હજુ 16 વર્ષ અને 9 મહિનાની જ છે સગીર છે છતાં પણ તેનો વિરોધ હોવા છતાં પટાવી ફોસલાવી ધાક ધમકી આપીને એક વર્ષથી દુષ્કર્મ કરતો રહ્યો.
જોકે, આ દરમિયાન સગીરા ગર્ભવતી બનતા બનેવીએ ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત પણ કરાવી દીધો છતાં બનેવીની શારીરિક શોષણ વધતા સાળીથી સહન નહોતું થતું એટલે તેની બહેન અને પરિવારને વાત કરતા બનેવીનો ભાંડો ફૂટ્યો અને સગીરાએ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application