નર્મદાનાં પોલીસ અધિક્ષકે જિલ્લામાં બનતા મિલકત સબબ અનડીટેક્ટ ગુનાઓને ડીટેક્ટ કરવાની સુચના અને માર્ગદર્શનનાં અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર LCBએ જિલ્લામાં બનતા અનડીટેક્ટ મિલકત સબબ ગુનાના કામે ખાનગી બાતમીદારથી બાતમી મેળવવા તજવીજ હાથ ધરી હતી. જે અંતર્ગત બે ઇસમોને ચોરીના કેસમાં પકડવામાં આવ્યા હતાં. આ દરમિયાના બાતમી હકીકત મળેલી કે, રૂઢ ભીલવાડા ગામે રહેતા સંદિપ અને સુરેશ નામના ઇસમોએ કોઇ જગ્યાએથી ઝટકા મશીન તથા સોલર પ્લેટની ચોરી કરેલ છે.
તેમજ આ ચોરીનો માળ વેંચાણની ફીરાકમાં હોય જે ચોક્કસ બાતમી આધારે LCB સ્ટાફનાં પોલીસ માણસો દ્વારા વોચ તેમજ પેટ્રોલીંગ કરી આ ઇસમોને શોધી તપાસ કરવાનું જણાવતાં LCB સ્ટાફના પોલીસ માણસોને રૂંઢ ભીલવાડા ગામે જઇ તપાસ કરવા મોકલ્યા હતાં. જેથી રાજપીપળા તરફ બે ઇસમો પ્લાસ્ટીકનાં મીણીયા કોથળામાં શંકાસ્પદ વસ્તું લઇ જતાં હતાં.
જેથી ઇસમોને પકડી તેમનું નામ પુછતાં સંદિપ ઉર્ફે ધાસતેલ કાંતીલાલ વસાવા અને સુરેશ ઉર્ફે ઇલો પાંચીયા વસાવા (બંને રહે.નાંદોદ તાલુકાના, રૂંઢ ભીલવાડા, મોરા ફળીયુ)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ આ બંને ઇસમો પાસેથી મીણીયા કોથળામાં તપાસ કરતાં સોલર પ્લેટ મળી આવી હતી. જેથી પોલીસે આ બાબતે પુછપરછ કરતાં તેમણે આ સોલર પ્લેટ તથા ઝટકા મશીન તથા ડ્રમની ધાનપુર ગામેથી ચોરી કર્યાની કબુલાત કરતાં તેમને તેમના ઘરે લઇ જતાં હતા. આમ પોલીસે ઝાટકા મશીન, બેટરી, સોલર પ્લેટ, પ્લાસ્ટીકનું ડ્રમ મળી કુલ રૂપિયા 7,500/-નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500