સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે દેવલીયા ચોકડી નજીક ચાલતા જુગારધામ પર છાપો મારતા 20 જેટલાં જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મીઓ તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર અંગે રેડ માટે નીકળ્યા હતા. તે દરમિયાન દેવલિયા ચોકડી ખાતે નસવાડી રોડ પર ભારત પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લા ખેતરમાં જુગાર અંગે રેડ કરતાં આ કામને અંજામ આપનાર આરોપી અસર્ફખા મનવરખા ઘોરી પોતાના આર્થિક ફાયદા માટે વરલી મટકાના આંક ફરકના આંકડા લખી લખાવતા ઝડપાઇ આવ્યો હતો. જોકે અન્ય કેટલાક આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે વરલી મટકાના આંકડા લખાવવા માટે આવતા ઝડપાઇ આવ્યા હતા.
પોલીસે આરોપીઓની ઝડપી લેતા મળેલા રોકડા રૂપિયા 42,920/- તથા મોબાઈલ નંગ 11 તથા 5 નંગ વાહન અને આંકડા લખવાની બુક બોલપેન તથા જુગાર અંગેના સાહિત્ય મળી કુલ રૂપિયા 2,4,820/-નાં મુદ્દામાલ સાથે આરોપી અશરખા મનવરખા ઘોરી, શૈલેષભાઈ અર્જુનભાઈ ભીલ, ચંદુભાઈ છગનભાઈ ભીલ, વિષ્ણુભાઈ બાબુભાઈ તડવી, ભીખાભાઈ સોમાભાઈ ભીલ, વિક્રમભાઈ મેલજીભાઈ તડવી, વિષ્ણુભાઈ ચંપકભાઈ ભીલ, મુકેશભાઈ ભીખાભાઈ ભીલ, સુમનભાઈ કાંતિભાઈ તડવી, નરેશભાઈ કાનજીભાઈ તડવી આમ 20 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ પોતાના આર્થિક ફાયદા માટે ધંધો ચલાવનાર અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500