રાજ્યની જેલોમાંથી ફરાર કેદીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવા ડ્રાઇવનું આયોજન કર્યું છે. જે ડ્રાઇવ દરમિયાન વધુમાં વધુ જેલમાંથી ફરાર કેદીઓને પકડી પકડવાની સુચના અને માર્ગદશન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓ જેલમાંથી ફરાર કેદીઓની તપાસમાં હતા. તે દરમિયાન માહિતી મળેલ કે, ડેડીયાપાડા પોલીસ સ્ટેશનનાં ખૂનના ગુનામાં ભીમસીંગ વસાવા (રહે.ખોડાઆંબા ગામ, ડેડીયાપાડા જિ.નર્મદા) નાને દોષીત જાહેર કરી સજા કરવામાં આવેલ અને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવવા માટે રાખવામાં આવ્યો હતો.
જોકે આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ સુપ્રત કરવામાં આવ્યો આ કેદીએ વચગાળાના જામીન રજા ઉપર મુક્ત કરયા બાદ તા.29 ડીસેમ્બર 2006નાં રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર નહી થઈ એ ફરાર થઈ ગયો હતો. જે બાદ તપાસ કરતા આ ફરાર કેદી તાપી જીલ્લા વિસ્તારમાં રહેતો હોવાની બાતમીનાં આધારે એલ.સી.બી.ટીમે તાપી જીલ્લા વિસ્તારમાંથી ભીમસીંગ વસાવાને ઝડપી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application