Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : નાર્કોટિક્સનાં ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ

  • December 20, 2022 

નર્મદા જિલ્લા SOG પોલીસે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલા નાર્કોટિક્સનાં ગુનાના નાસતા ફરતા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઝડપી પાડયો હતો અને તેને જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રનાં ખાપર તાલુકા અક્કલકુવા જિલ્લા  નંદુરબાર ખાતે રહેતો આરોપી અકીલ યુસુફ ધોબી (શૈખ) નાની સામે ડેડીયાપાડા પોલીસ મથકમાં નાર્કોટિક્સનો કેસ દાખલ થયો હતો. જોકે આ કેસમા આ આરોપી નાસતો ફરતો હતો જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ આરોપી તેના ઘરે ખાપર મુકામે હોવાની બાતમી નર્મદા SOG પોલીસ ઇન્સ્પેક્ટરને મળતાં તેમના સ્ટાફના માણસો સાથે રેઈડ કરી તેને ઝડપી પાડ્યો હતો. આ આરોપીની સામે નાર્કોટિક્સનો ગુનો ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલો હોવાથી ડેડીયાપાડા પોલીસને હવાલે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application