Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લાનાં અંબુભાઇ પુરાણી હાઇસ્કૂલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ, વિધાર્થીઓએ મતદાર જાગૃત્તિની થીમ ઉપર રંગોળી બનાવી

  • November 23, 2022 

નર્મદા જિલ્લામાં આગામી તા.1લી ડીસેમ્બર,2022નાં રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે જિલ્લામાં યોજાનારા મતદાન અન્વયે મતદારો વધુ પ્રમાણમાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરનાં માર્ગદર્શન અને રાહબરી હેઠળ થઇ રહેલા અનેકવિધ પ્રયાસોનાં ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વિપ અને અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.




જયારે આજરોજ નર્મદા જિલ્લામાં અંબુભાઇ પુરાણી હાઇસ્કૂલ ખાતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સૌ વિદ્યાર્થીઓએ વિવિધ મતદાર જાગૃત્તિની થીમ ઉપર રંગોળી બનાવી મતદારોને મતદાન પ્રેરણા આપી હતી. તેમજ શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને પણ મતદાન જાગૃત્તિ માટે પ્રોત્સાહિત કર્યા હતા. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application