મહારાષ્ટ્રને અડીને આવેલી નર્મદા જિલ્લાની ધનશેરા ચેકપોસ્ટ પરથી સાગબારા પોલીસે 10 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસનાં ચેકીંગને જોઈ બે આરોપીઓ ઇકો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડેડિયાપાડા સાગબારા વિસ્તારમાં પોલીસ ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી.
તે દરમિયાન ઘનશેરા ચેક પોસ્ટ ઉપર ઇક્કો ગાડી નંબર GJ/23/CB/8670નો ચાલક ઇમરાન અબ્દુલભાઇ વોહરા (રહે.દાના બજાર વોહરવાડ,પેટલાદ) અને તેની સાથનો બીજો લોકોએ પોલીસને જોઈ ઇકો ઘનશેરા ગામની સીમ તરફ હંકારી મૂકી હતી. જોકે ધનશેરાથી ધોડાદેવી જવાના આર.સી.સી. રોડની બાજુમાં આવેલા ખેતરની તારની ફેંસીંગમાં ગાડી ઘુસી જતા બંને ઈસમો ઇકો કાર સ્થળ પર મૂકી નાસી છૂટ્યા હતા.
જયારે ઇકો કારમાંથી પોલીસને મહારાષ્ટ્થી લવાયેલો વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકો ગાંજો 10 કિલો 250 ગ્રામ મળી આવ્યો હતો. આમ, સાગબારા પોલીસે 1 લાખ ઉપરાંતની કિંમતનો ગાંજાનો જથ્થો, ઇકો કાર અને ઓરીજનલ ડ્રાઇવિંગ લાયસન્સ તથા ઔરીજનલ આર.સી.બુક મળી કુલ રૂપિયા 3.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે એન.ડી.પી.એસ એકટ મુજબનો ગુનો દાખલ કરી બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500