નર્મદા જિલ્લાનાં મહારાષ્ટ્રને જોડતા સાગબારા તરફથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં મોટા પ્રમાણમાં હેરાફેરી કરવા બૂટલેગરો સક્રિય હોય જિલ્લા પોલીસ વડાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાં માર્ગદર્શનથી ધનસેરા ચેક પોસ્ટ ઉપર પોલીસનાં જવાનો ચેકીંગમાં હતા ત્યારે એક ઇનોવા કાર આવતાં તેને ઊભી રક્ત કાર ચાલક પોતાની કાર લય ફરાર થઈ ગયો હતો.
આમ, પોલીસે તેનો પીછો કરી કાર ઝડપી પાડી હતી. જ્યારે કાર ચાલક ફરાર થયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાગબારા ખાતેની ધનસેરા ચેક પોસ્ટ ઉપર આવતી ઇનોવા કાર નંબર MH/04/EX/9639ને ફરજ પર તૈનાત પોલીસ જવાનોએ ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલક ઉભો રહ્યો નહોતો અને પોતાની કાર લઈને ફરાર થયો હતો.
જેથી પોલીસને શંકા જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ત્યારે કાર ચાલક સાગબારા પાસેનાં અમીયાર ગામની દુધમંદલી નજીકનાં હાઇવે પરના ખેતરમાં જવાના કાચા રસ્તે પોતાના કબજાની કાર છોડી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ નંગ 684 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,02.200/-નો વિદેશી દારૂ તેમજ કાર સાથે રૂપિયા 5,02,200/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે કારનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500