ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પરથી મેક્ષ જીપમાં લઇ જવાતો ખેરના લાકડાનો જથ્થો વન વિભાગે ઝડપી પાડયો હતો. જ્યારે જીપ ચાલક વાહન મૂકી ભાગી ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાયબ વન સંરક્ષક નર્મદા વન વિભાગ રાજપીપલાની સૂચના અને માર્ગદર્શન મુજબ અન્ય જિલ્લામાંથી જંગલ ચોરીના લાકડા ચોરી થવાના ગુપ્ત બાતમીના આધારે આર.એફ.ઓ. સાગબારા તથા ઈ.ચા. સાગબારા તથા રેંજનો સ્ટાફ તથા રોજમદારો સાથે સરકારી ગાડીમાં નાકાબંધી ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્રા બોર્ડર પર નાકાબંધી કરી હતી. તે દરમિયાન મેક્ષ જીપ આવતાં તેને ઉભી રખાવી હતી. વાહન ચાલક તેની જીપને ઊભી કરી એકાંતનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ થયો હતો.
જયારે બિન વારસી વાહનની તપાસ કરતા તેમાં જંગલ ચોરીના તાજા હાથ ઘડતરીના ખેરના લાકડા મળી આવ્યા હતા. આ બાબતે વધુ તપાસ અર્થે રેંજ કચેરીએ લાવી મુદ્દામાલની ગણતરી કરતાં ખેર નંગ-16 ઘ.મી.1.039 જેની અંદાજીત કિંમત 41,560 તથા જીપ જેની અંદાજિત કિંમત 1,58,440 આમ કુલ મળી 2 લાખની કિંમતનું મુદ્દામાલ પકડી પડ્યો છે. જયારે આરોપી વાહન મૂકી ભાગી છૂટેલ વાહન ચાલકને ઝડપી પડવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application