Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : માનસિક પીડિત યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, પોલીસ પતાસ શરૂ

  • October 12, 2022 

નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા તાલુકાનાં થપાવી ગામની સીમમાં એક યુવાને ઝાડ ઉપર ફાંસો ખાઈ લેતાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મનોજભાઇ લાલરામ પુસવાહા (ઉ.વ.28, મૂળ રહે. ધાલો તા.અકબપુર જિ.કાનપુર, ઉત્તરપ્રદેશ) છેલ્લા પાંચેક મહિનાથી માનસિક રીતે પીડાતા હતા અને ગાંડા જેવું વર્તન કરતા હતા. જેઓ ઘણીવાર ઘરેથી પણ એકલા જતા રહેતા હોય અને માનસિક પીડિત હોવાના કારણે તેણે પોતાની જાતે પોતે પહેરેલી ટી-શર્ટ વડે લીમડાનાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પત્નીએ પોલીસમાં જાણ કરતાં દેડીયાપાડા પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application