નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં રામપુરી ગામ નજીક સીમ વિસ્તારમાંથી સવારે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. જોકે આ ઘટનાની જાણ તિલકવાળા વન-વિભાગનાં અધિકારીઓને થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. જયારે કાયદેસર કાર્યવાહી હાથ ધરી દીપડાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. બનાવની વિગત એવી છે કે, તિલકવાડા તાલુકાનાં ઘણા વિસ્તારોમાં જંગલ વિસ્તાર આવેલો છે.
આ વિસ્તારમાં દીપડા જેવા કેટલાક પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં શુક્રવારનાં રોજ સવારનાં સમયગાળા દરમિયાન તિલકવાડા તાલુકાનાં રામપુરી ગામ નજીક સીમ વિસ્તારમાં અંદાજિત પાંચ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તિલકવાડા વન વિભાગમાં જાણ કરી હતી. આ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગમાં થતાં કેવડિયા વન વિભાગના R.F.O તથા તિલકવાડા વન વિભાગનાં ફોરેસ્ટર સહિત અન્ય અધિકારીઓ તત્કાલિક રામપુરી ગામ નજીક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. ત્યારબાદ દીપડાને કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી દીપડાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application