નર્મદાનાં ખોજલવાસા ગામે સાળા બનેવી વચ્ચે થયેલી માથાકૂટ બાદ બનેવીએ સાળાને કોયતું મારી ઇજા કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જોકે પત્ની તેના છોકરાને સાથે લઈ પિયરમાં રહેવા આવી ગઈ હોવાથી દિકરાને પરત લેવા આવેલા પિતાને અટકાવતાં આ બનાવ બન્યો હતો. મળતી માહિતી અનુસાર, ખોજલવાસાનાં રહેવાસી અશ્વિન ભુદર વસાવા વિરૂદ્ધ તેના સાળાએ ફરીયાદ નોંધાવી હતી કે, સાળા વિશાલ જેસલ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેના બનેવી અશ્વિન તેની પત્ની પ્રિયંકા તથા છોકરા જયદિપને સારી રીતે પોતાની સાથે રાખતા ન હતાં.
જેથી તેમના પત્ની તેના દિકરા સાથે પિયરમાં રહેવા આવી ગયા હતાં અને અશ્વિનની પત્નીનાં પિયરમાં આવી પોતાના દિકરાને લઈ જવા આવ્યો હતો. તે વખતે વિશાલ કે જે અશ્વિનનો સાળો થાય છે તેણે બનેવીને કહ્યું હતું કે, તું તારી પત્ની તથા છોકરાને સારી રીતે રાખતો નથી તેમ કહી છોકરાને લઈ જવાની ના પાડી હતી. આમ ઉશ્કેરાયેલા બનેવીએ સાળાને ગમે તેમ ગાળો આપી હતી અને તેના પેન્ટના પાછળના ભાગે છુપાવેલા કોયતાંથી સાળાને માથાના પાછળના ભાગે બે ઘા કર્યા હતાં. ઉપરાંત ડાબા હાથની કોણીનાં ભાગે કોયતાંથી મારી ફેકચર કર્યુ હતું. તેમજ ત્યાં ઉપસ્થિત એક મહિલા છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ કોયતાંથી ડાબા ગાલ ઉપર મારી ઇજા કરી હતી. ઘટના અંગે આમલેથા પોલીસે અશ્વિન વસાવા સામે ગુનો દાખલ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application