Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાં લઈ જવાતો ખેરનાં લાકડાનો મુદ્દામાલ ઝડપાયો

  • August 30, 2022 

નર્મદાનાં રાજપીપળા રેન્જની ટીમે એક પીકઅપ ટેમ્પોમાં લઈ જવાતો ખેરના લાકડાનો મુદ્દામાલ ઝડપી પાડી વન વિભાગની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાંદોદ તાલુકાનાં ચિત્રોલ ગામથી છાલ કાઢેલા ખેર વૃક્ષના લાકડા નંગ-80 જે બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ/22/U/2625માં ગેરકાયદેસર રીતે લઈ જવાતા હતા.




જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બાતમીનાં આધારે રાજપીપળા રેન્જનાં સ્ટાફ દ્વારા તેનો ફિલ્મી ઢબે પીછો કરી રાજપીપળાનાં અવધૂત મંદિર પાસેની ચોકડી પાસેથી લાકડા ભરેલ ટેમ્પોને ઝડપી પાડી અને વાહન કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application