નર્મદાનાં ડેડીયાપાડા તાલુકાનાં ગંગાપુર ગામમાં નદી કિનારે જુગાર રમતા ઇસમો મુદ્દામાલ સાથે ઝડપાતા કાર્યવાહી હાથ ધરાવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ડેડીયાપાડા પોલીસે બાતમીનાં આધારે ગંગાપુર ગામમાં નદી કિનારે ચાલતા જાહેરમાં જુગાર પર છાપો મારી ત્યાં જુગાર રમતામાં નાસ ભાગ પામી હતી.
જેમાં પાના પત્તાનું જુગાર રમતા 8 ઝડપાયા હતા. જેમાં રમેશભાઇ સીંગાભાઇ વસાવા, નરપતભાઇ મનજીભાઇ વસાવા, વિપુલભાઇ રામાભાઇ વસાવા, રાજેશભાઇ શનીયાભાઇ વસાવા, રાકેશભાઇ રામદાસભાઇ વસાવા, શૈલેષભાઇ હીરાભાઇ વસાવા, અમરસીંગભાઇ પારસીંગભાઇ વસાવા, મહેશભાઇ અંબાલાલભાઇ વસાવા નાઓને ઝડપી પડ્યા હતા. જોકે તમની અંગઝડતીમાંથી કુલ રૂપિયા 58,280/-નાં મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ રેઈડ દરમિયાન અન્ય 8 જુગારીઓ ભાગી જતાં તમામ ઈસમોને વોન્ટેડ જાહેર કરેલ હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500