નર્મદાનાં સાગબારા તાલુકાનાં નવાગામ જાવલિમાં ચાલતા જુગાર પર પોલીસે રેડ કરી જુગાર રમતા 6 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાગબારા પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીનાં આધારે નવાગામ જાવલી ગામે નહેરૂ ફળીયામા રહેતા દિનકરભાઇ જાલમસીંગભાઇ વસાવાના ઘરના પાછળ આવેલ ખુલ્લી અડાળીમાં હાર-જીતનો જુગાર રમી પમાડે છે.
જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા સંદિપભાઇ રૂપજીભાઇ નાઇક (રહે.નવાગામ) કરણસિંગભાઇ ધનજીભાઇ વસાવા (રહે.ચાટુવડ, તા.સાગબારા), ઉદેસીંગભાઇ નાનસીંગભાઇ વળવી (રહે.જાવલી નવાગામ), બહાદુરસિંહ ઉમાજી નાઇક (રહે.નવાગામ જાવલી), કૃષ્ણભાઇ ગોરજીભાઇ પાડવી (રહે.નવાગામ) અને કિશનભાઇ વસંતભાઇ વસાવા (રહે.જાવલી નવાગામ) નાઓ પાસેથી અંગ ઝડતીના રોકડા રૂપિયા 2570/-તથા દાવ ઉપરના રૂપિયા 400/- મળી કુલ રોકડા રૂપિયા 2970/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application