બીલીમોરાનાં નાંદરખા ગામે મોડી રાત્રે I-10 કાર અચાનક ડિવાઈડર સાથે અથડાતા સળગી ઉઠી હતી. જોકે સદનસીબે ચાલક કારમાંથી નીકળી જતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. બીલીમોરા ફાયર ફાટર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, બીલીમોરા નજીકના નાંદરખા ગામે બુધવારે રાત્રે 11 કલાકના અરસામાં I-10 કાર ચીખલીથી બીલીમોરા તરફ આવી રહી હતી.
તે દરમિયાન મુખ્ય માર્ગ પર નાંદરખા ઘાંચીવાડ ફાટા પાસે કાર અચાનક ડિવાઇડર સાથે ભટકાઈ હતી. કાર ડિવાઇડર સાથે અથડાતાની સાથે એકાએક ભડ ભડ સળગવા લાગી હતી. જોકે કારમાં માત્ર ચાલક જ સવાર હતો અને તે આગ લાગતા તુરંત ગાડીમાંથી ઉતરી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. માર્ગ પર કાર સળગતા થોડીવાર માટે ટ્રાફિક થંભી ગયો હતો. આ ઘટનાની જાણ બીલીમોરા ફાયરને કરાતા ફાઈટર તુરંત ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ બનાવમાં ચાલકને સામાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application