મુંબઈનાં થાણે જિલ્લાનાં તાનસા અને મોડક સાગર ડેમનાં વિસ્તારમાં વરસાદને કારણે આ બંને ડેમ ટૂંક સમયમાં ભરાઈ જવાની શક્યતા છે. આથી આ ડેમ વિસ્તારમાનાં ગ્રામજનો તેમજ તાનસા અને વૈતરણા નદીની આસપાસનાં ગામોએ તકેદારી રાખવાની અપીલ જિલ્લા વહીવટી તંત્ર વતી કરવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકાનાં તાનસા અને મોડક સાગર ડેમ થાણે જિલ્લાની હદમાં છે.
જોકે આજે તાનસા અને મોડક સાગર ડેમમાં પાણીની સપાટી 125.33 મીટર અને 161.33 મીટર છે. ચાલુ વરસાદને કારણે આગામી દિવસોમાં બંને ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે. તેથી, જિલ્લા વહીવટીતંત્રે આ બંને ડેમ હેઠળનાં શાહપુર, ભિવંડી, વાડા, વસઈ અને પાલઘર તાલુકાનાં ગ્રામજનોને તેમજ તાનસા અને વૈતરણા નદીઓની નજીકના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. પ્રશાસને માહિતી આપી છે કે, આ વિસ્તારની સરકારી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500