Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંક લૂંટવાનો પ્રયાસ કરનારી ટોળકીને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી કરી

  • July 07, 2022 

મુંબઇનાં નાલાસોપારામાં બેંક લૂંટવાનો પ્રયાસ કરનારી આંતરરાજ્ય ટોળકીને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હરિયાણાની ગેંગના 7 જણને પકડીને બે ચાકૂ, ગેસ કટર, સ્ક્રૂ ડ્રાઇવર, મરચાનો પાવડર અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાલાસોપોરા સ્થિત પ્રગતિ નગર ખાતે પોલીસે માહિતીનાં આધારે છટકું ગોઠવીને જાહિદ ખાન ઉર્ફે જસ્સી (ઉ.વ.23), વારીસ ખાન (ઉ.વ.23), આસીફ ખાન (ઉ.વ.25), રઘુનંદન દ્વિવેદી ઉર્ફે પંડિત (ઉ.વ.24), નિઝામ સૈયાદ (ઉ.વ.35), રાજુ ઉર્ફે સમરજીત યાદવ (ઉ.વ.20) સહિત 7 આરોપીની ધરપકડ કરી હતી.




જોકે તમામની સામે તુળીંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ મીરાભાઇંદર, વસઇ, વિરાર, થાણે, નવી મુંબઇમાં આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હતા. વિરાર, કોલસેવાડી, ખારઘર પોલીસ સ્ટેશનમાં તેમની સામે કેસ નોંધાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application