Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Fraud : ઓનલાઈન ડેટિંગમાં ઈસમે રૂપિયા 6.33 લાખ ગુમાવ્યા, પોલીસ તપાસ શરૂ

  • October 17, 2022 

મુંબઈનાં થાણેમાં રહેતા 48 વર્ષનાં એક આધેડ સોફ્ટવેર એન્જિનિયરે ઓનલાઇન ડેટિંગ ફ્રોડમાં રૂપિયા 6.33 લાખ ગુમાવ્યા હતા, તેવું પોલીસે જણાવ્યું હતું. જોકે આ સંદર્ભે પોલીસે આપેલી વધુ વિગતાનુસાર આ વર્ષનાં તા.24 મેના રોજ આ વ્યક્તિને તેના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં ઓનલાઇન ડેટિંગની સુવિધા પૂરી પાડવા બાબતે જણાવ્યું હતું. આ વ્યક્તિએ જ્યારે આપેલ નંબર પર સંપર્ક કર્યો ત્યારે સામેની વ્યક્તિએ તેનું નામ દિપક હોવાનું જણાવી ઓનલાઇન ડેટિંગ માટે પ્રથમ તેનું ઓનલાઇન પ્રોફાઇલ બનાવવું પડશે તેવું જણાવી રૂપિયા 38,200/-ની માંગણી કરી હતી.




ત્યારબાદ આરોપીએ અલગ-અલગ સમયે વિવિધ કારણો દર્શાવી ભોગ બનનાર પાસેથી રૂપિયા 6.33 લાખ પડાવ્યા હતા. આ પ્રકરણે અંતે થાણેનાં ચિતળસર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની અને આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ હાલ આ પ્રકરણે વધુ તપાસ ચલાવી રહી છે, પણ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application