Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંકમાં નોકરી આપવાને બહાને મહિલા સાથે રૂપિયા 17 લાખની છેતરપિંડી : બે સામે ગુનો દાખલ

  • July 18, 2022 

સરકારી બેંકમાં નોકરી આપવાને બહાને 32 વર્ષીય મહિલા સાથે બે શખ્સોએ રૂપિયા 17 લાખની છેતરપિંડી કરી હતી. જોકે આ પ્રકરણે ખરાડીમાં રહેતી મહિલાએ વિમાનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તુકારામ અને અમિત નામનાં બે લોકો સામે ગુનો નોંધ્યો હતો.




સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહિલાને સરકારી બેંકમાં ઓફિસરની નોકરી આપવાની લાલચ આપી હતી. જોકે આ બંનેએ મહિલાને તેની નિમણૂક બાબતનો એક બનાવટી એપોઈન્ટમેન્ટ લેટર પણ આપ્યો હતો. આ લેટર તેમણે ફરિયાદી મહિલાને મેલ કર્યો હતો. આ રીતે મહિલાને નોકરી અપાવવાને બહાને રૂપિયા 17 લાખની રકમ પડાવી હતી.




જયારે રકમ મળી ગયા બાદ પણ મહિલાને કોઈ નોકરી મળી નહોતી. વધુ તપાસ કરતાં એપોઈન્ટમેન્ટ લેટર પણ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. ઘટના બાદ મહિલાએ વિમાનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તુકારામ અને અમિત સામે છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application