Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ કર્મચારી રૂપિયા 35 હજારની લાંચ લેતાં ઝડપાયો

  • December 06, 2022 

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ મુમ્બ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ ઓફિસરને 35 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. મુંબઈ પોલીસ સ્ટેશનનાં એપીઆઈ રમેશ લાગીહુડે (ઉ.વ.52)એ ફરિયાદી સામે કલમ 376 અને આઈઆટી એક્ટ પ્રમાણે કાર્યવાહી ન કરવા તેની પાસે 80 હજાર રૂપિયા લાંચ માગી હતી. પરંતુ તે લાંચ આપવા માગતો નહોતો આથી એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ તપાસ કરતા લાહીગુડે 35 હજાર રૂપિયાની લાંચ લેવા તૈયાર થઈ ગયો હોવાનું માલૂમ પડયું હતું. છેવટે ASBનાં અધિકારીએ જાળ બિછાવીને લાહીગુડેને 35 હજાર રૂપિયાની લાંચ લેતા પકડી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application