મુંબઈ નજીકનાં પાલઘરમાં ગેંગરેપનો બહુ ધૃણાસ્પદ કિસ્સો બહાર આવ્યો છે. જેમાં 16 વર્ષની કિશોરી પર દરિયા કિનારે ઝાડીઓમાં તથા એક બંગલામાં 8 નરાધમોએ 14 કલાક સુધી ગેંગરેપ ગુજાર્યો હતો. પોલીસે 8 નરાધમોની ઓળખ મેળવી ધરપકડ કરી છે. બનાવમાં હજુ વધુ આરોપીઓ સંડોવેયાલે છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર, 16 વર્ષીય નંદા (નામ બદલ્યું છે) ને તેના મિત્રે મળવા બોલાવી હોવાનું કહેવાય છે. ત્યારબાદ શુક્રવારે રાતે 8 વાગ્યે પાલઘરમાં માહિમ પરિસરમાં પાકોરી નજીક બંધ બંગલોમાં નંદાને લઈ જવામાં આવી હતી. જ્યાં આરોપીઓએ એક પછી એક તેના સાથે દુષ્કૃત્ય કર્યું હતું.
ત્યારપછી આ ટોળકી તેને સમુદ્ર કિનારે નિર્જન સ્થળે ઝાડીઓમાં લઈ ગયા હતા. ત્યાં પણ તેમણે કિશોરી પર ગેંગરેપ કર્યો હતો તેમણે શુક્રવાર રાતથી શનિવાર સવારે નંદા સાથે લૈંગિક અત્યાચાર કર્યો હતો. પુત્રી રાતથી ઘરે આવી નહોતી આથી ગઈકાલે બપોરે તેના પિતા પોલીસ સ્ટેશનમાં નંદાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે ફકત રડતી હતી, એવી માહિતી પોલીસને આપવામાં આવી હતી.
પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી કિશોરીની શોધખોળ કરી હતી બાદમાં કિશોરીએ સામૂહિક બળાત્કારની માહિતી આપી હતી. સાતપારી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે. પોલીસે 376 (D), 366 (A), 341, 342, 323, અન્ય કલમ હેઠળ કેસ નોંધી રવિવારે 8 જણને પકડયા હતા. આરોપીઓ પાલઘરના માહિમ, હનુમાનપાડા, ટેંભી, સફાળે, વડરાઈ વિસ્તારનાં રહેવાસી છે આરોપીઓમાં અમુક કિશોરનો સમાવેશ હોવાનું કહેવાય છે. મોટાભાગનાં આરોપી નશીલા પદાર્થનું સેવન કરતા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500